FAQS
ક્લિનિકલ સંશોધન અભ્યાસ એ લોકોમાં તબીબી સંશોધન અભ્યાસ છે. જ્યારે સંશોધકો અભ્યાસ કરવામાં આવી રહેલી સંભવિત નવી સારવાર અથવા ડિવાઇસનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરે તે પછી જ તેને ક્લિનિકલ અભ્યાસમાં શામેલ કરવામાં આવે છે. જો તે આશાસ્પદ લાગે છે, તો વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક પરીક્ષણ કરે છે અને ક્લિનિકલ અભ્યાસ મારફતે સંભવિત સારવાર વિશે ડેટા એકત્રિત કરે છે. ક્લિનિકલ અભ્યાસ આપણને એ જાણવામાં મદદ કરે છે કે તપાસાત્મક સારવાર શરીરમાં કેવી રીતે કામ કરે છે. ક્લિનિકલ અભ્યાસોની સમીક્ષા નિયમનકારી એજન્સી દ્વારા કરાવવી આવશ્યક છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, તે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) છે. યુરોપમાં, તે યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) છે. એજન્સીઓ પ્રદેશ પ્રમાણે બદલાય છે. તેઓ નક્કી કરે છે કે ડૉક્ટરો પ્રીસ્ક્રાઇબ કરે તે માટે તપાસાત્મક સારવારને મંજૂરી આપવી કે નહીં.
પ્રથમ પગલું છે અભ્યાસ માટે એક નવી તપાસાત્મક દવાની શોધ કરવી અને તેને વિકસાવવી. તે પછી, ક્લિનિકલ અભ્યાસો દર્શાવે છે કે શું તે સલામત અને અસરકારક છે અને તે કોઈ પણ આડઅસર વિશે માહિતી પ્રદાન કરે છે. કેટલીકવાર, સંશોધકો સંભવિત દવાને પ્લેસિબો સાથે સરખાવે છે. પ્લેસિબો સંભવિત સારવાર જેવું દેખાય છે અને આપવામાં આવે છે પરંતુ તેમાં કોઈ સક્રિય ઘટકો હોતા નથી. સંભવિત સારવારની સરખામણી એવી માનક સારવાર સાથે પણ કરવામાં આવી શકે છે જે પહેલાંથી જ માન્ય છે અને સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. સંભવિત સારવાર બહેતર છે કે કેમ તે જાણવા માટે તેઓ તેની સરખામણી વર્તમાન સારવારો સાથે કરે છે, જો ઉપલબ્ધ હોય તો.
અભ્યાસથી સંબંધિત વધુ માહિતી માટે, FERVENT-1 વિશે માહિતી વિભાગની મુલાકાત લો.
જો તમે FERVENT-1 અભ્યાસમાં ભાગ લેવાનું પસંદ કરો છો, તો તમને તમામ અભ્યાસ મુલાકાતોમાં હાજરી આપવા અને અભ્યાસ ટીમને તમારી સંપર્ક માહિતી અને તમે કઈ દવાઓ લઈ રહ્યા છો તેની જાણ કરવા માટે કહેવામાં આવશે. FERVENT-1 અભ્યાસમાં ભાગ લેતી વખતે વધુ જવાબદારીઓ હોય છે, જે તમે ભાગ લેવાનું પસંદ કરશો તો તમે તેના વિશે વધુ જાણી શકશો. તમને હોઈ શકે એવા કોઈ પણ પ્રશ્નો કે ચિંતાઓ વિશે કૃપા કરીને અભ્યાસની ટીમ સાથે વાત કરો.
તમારી સહભાગિતા લગભગ દોઢ વર્ષ સુધી ચાલી શકે છે અને આમાં 22 જેટલી અભ્યાસ મુલાકાત હોઈ શકે છે.
તમારી નિયમિત તબીબી સંભાળ ઉપરાંત આરોગ્યની વધારાની તપાસ પ્રાપ્ત કરીને લાભ લઈ શકો છો. તમે નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયાની અમારી તબીબી સમજને વધારવામાં પણ મદદ કરશો, જે ભવિષ્યમાં આ અવસ્થાથી પીડિત અન્ય લોકોને લાભ આપી શકે છે.
સૂચિત સંમતિ ફૉર્મ બધા જાણીતા જોખમો વિશે વાત કરે છે. ક્લિનિકલ અભ્યાસ શરૂ કરવાની પહેલાં, તમારે દસ્તાવેજ પર સહી કરવી આવશ્યક છે. તેના પર સહી કરવાનો અર્થ છે કે તમે સંશોધન અભ્યાસમાં ભાગ લેવા માટે સંમત થાઓ છો. અભ્યાસ સ્ટાફ તમને અભ્યાસ શેડ્યૂલ અને ડિઝાઇન દ્વારા માર્ગદર્શન આપશે. પ્રશ્નો પૂછો જેથી આગળ વધવામાં તમને અનુકૂળતા રહે.
ક્લિનિકલ અભ્યાસ 100% સ્વૈચ્છિક છે. તમે કોઈ પણ સમયે રોકી શકો છો.
જો તમને આ અભ્યાસમાં ભાગ લેવા વિશે વધારાના પ્રશ્નો હોય, તો તમે આ ક્લિનિકલ સંશોધન અભ્યાસની ચર્ચા કરવા માટે તમારા ડૉક્ટર સાથે આ વેબસાઇટ શેર કરી શકો છો. વધુમાં, તમે તમારી નજીકની ક્લિનિકલ સાઇટનો પણ સંપર્ક કરી શકો છો: સાઇટ ફાઇન્ડર..