FERVENT-1 ક્લિનિકલ અભ્યાસમાં સ્વાગત છે!
FERVENT-1 ક્લિનિકલ અભ્યાસ વિશે જાણો
તમને નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયા થયા હોવાનું નિદાન થયું હોય? તમે એકલા નથી.
આ વેબસાઇટ નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયાથી પીડિત વયસ્કો માટેના ક્લિનિકલ અભ્યાસ એવા FERVENT-1 વિશેની માહિતી પ્રદાન કરે છે.
બીટા-થેલેસેમિયા એ વધુ પડતા આયર્ન (આયર્નના અતિરેક)ની સાથે સંકળાયેલો રક્ત વિકાર છે. આયર્નના અતિરેકથી પીડિત લોકો હૃદય રોગ, શ્વેત અને લાલ રક્ત કોષોની ન્યૂન સંખ્યા, ડાયાબીટિસ, યકૃતના રોગ અને પ્રજનન સંબંધી સમસ્યાઓ જેવી અવસ્થાઓથી અવારનવાર પીડાય છે. શરીરના અંગોમાં આયર્નના પ્રમાણમાં ઘટાડો થવાથી આ ગંભીર અવસ્થાઓ વિકસવાની શક્યતાઓને સંભવિત રીતે ઘટાડી શકે છે.
હાલમાં, અમે નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયાને કારણે થતા આયર્નના અતિરેક માટે સંભવિત સારવારોને વિકસાવવા અંગે કામ કરી રહ્યા છીએ.
ક્લિનિકલ અભ્યાસો એ સંભવિત સારવારોની તપાસ કરવા માટે આવશ્યક છે અને તે તેમાં ભાગ લઈ રહેલાં લોકો વિના સંભવ નથી. આ ક્લિનિકલ અભ્યાસમાં સમાયેલી દરેક વ્યક્તિ નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયાની અમારી સમજને વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આ અવસ્થાથી પીડિત અન્ય લોકોને ભવિષ્યમાં મદદ કરી શકે છે.
નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયા સાથે જીવવું અતિશય લાગી શકે છે અને તમને લાગી શકે છે કે ક્લિનિકલ અભ્યાસમાં ભાગ લેવા સિવાય પણ તમારી પાસે કરવા માટે ઘણું બધું છે. જોકે, તમે નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયા અંગેના અમારા તબીબી જ્ઞાનને આગળ વધારવામાં મદદ કરવા માટે અભ્યાસ કરવામાં આવી રહેલી થેરેપીને વિકસાવવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો. સંશોધનમાં સક્રિયપણે ભાગ લેનારા અભ્યાસના સહભાગીઓના કારણે આજે અસ્તિત્વમાં રહેલી દરેક સારવાર ઉપલબ્ધ છે.
FERVENT-1 અભ્યાસ વિશે વધુ જાણો અને જુઓ કે શું તે તમારા માટે અથવા તમે જેને જાણતા હો એવી કોઈ વ્યક્તિ માટે વિકલ્પ હોઈ શકે છે.