નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયાથી પીડિત દર્દીઓની સંભાળ લઈ રહ્યાં છો?
FERVENT-1 ક્લિનિકલ અભ્યાસ પર વિચાર કરો
નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયા (NTDT)ને લીધે આયર્નના અતિરેકથી પીડિત દર્દીઓ માટે મર્યાદિત સારવાર વિકલ્પોને જોતાં, FERVENT-1 ક્લિનિકલ સંશોધન અભ્યાસ હાલમાં નવી સંભવિત સારવારોની તપાસ કરી રહ્યું છે. FERVENT-1 ક્લિનિકલ સંશોધન અભ્યાસને NTDTને કારણે થતાં આયર્નના અતિરેકથી પીડિત તમારા દર્દીઓ માટે ઉભરતી સારવારોને ઍક્સેસ કરવાની તક તરીકે ધ્યાનમાં લો.
FERVENT-1 એ NTDTને કારણે થતા આયર્નના અતિરેકથી પીડિત વયસ્કો માટેનો તબક્કા 2નો ક્લિનિકલ અભ્યાસ છે. આ અભ્યાસ લિવર આયર્નની સાંદ્રતા પર તપાસાત્મક સારવારની અસર અને પ્લેસિબોની સરખામણીમાં તપાસાત્મક સારવારના ઓછામાં ઓછા 2 અલગ-અલગ ડોઝની સલામતી અને સહનશીલતાનું મૂલ્યાંકન કરી રહ્યો છે.
FERVENT-1 લગભગ 78 અઠવાડિયા (લગભગ 1.5 વર્ષ) સુધી ચાલશે. અભ્યાસ દરમિયાન, અભ્યાસની સારવાર એક સબક્યુટેનીયસ ઇન્જેક્શન (ત્વચાની નીચે) તરીકે આપવામાં આવશે. તે મોનોક્લોનલ એન્ટિબોડી છે જે ટ્રાન્સમેમ્બ્રેન સેરીન પ્રોટીઝ 6 (TMPRSS6)ને જોડે છે અને તેના કાર્યને અવરોધે છે. કેમકે TMPRSS6 સામાન્ય રીતે રક્તમાં આયર્નનું સ્તર વધારે છે, અભ્યાસની સારવાર સાથે આ પ્રોટીનને અવરોધિત કરવાથી આયર્નનું વધારાનું સ્તર ઘટી શકે છે.
દર્દીઓ આશરે 1.5 વર્ષ સુધી આ અભ્યાસમાં ભાગ લે તેવી અપેક્ષા છે. અભ્યાસ દરમિયાન, સહભાગીઓની આશરે 22 જેટલી અભ્યાસ મુલાકાત હશે. જો સ્થાનિક નિયમનકારી/નૈતિક સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવે અને મંજૂર કરવામાં આવે તો લાયકાત ધરાવતા સહભાગીઓને અભ્યાસની મુલાકાતો માટે સાઇટ પર જવા અને ત્યાંથી આવવા માટે વળતર આપવામાં આવી શકે છે.
તમે કેવી રીતે મદદ કરી શકો છો?
FERVENT-1 9 દેશમાં NDTDથી પીડિત અંદાજે 95 લોકોની નોંધણી કરવાનું આયોજન કરી રહ્યું છે. FERVENT-1 ક્લિનિકલ અભ્યાસની સફળતા અભ્યાસના સંભવિત સહભાગીને રેફર કરનારા ચિકિત્સકો પર નિર્ભર કરે છે. તમારા દર્દીઓ પાત્ર હોઈ શકે છે જો:
- તે 18થી 60 વર્ષની ઉંમર હોય
- તેમને NTDTનું ક્લિનિકલ નિદાન થયું હોય
- આયર્નના અતિરેક, જેને સ્ક્રીનિંગના સમયે R2* MRI દ્વારા માપવામાં આવેલ લિવર આયર્ન સાંદ્રતા ≥5 mg Fe/g શુષ્ક વજન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે
- તેમનું સીરમ ફેરિટિન ≥300 ng/mL હોય
કૃપા કરીને નોંધ લેશો: અન્ય પ્રોટોકૉલ-વ્યાખ્યાયિત સમાવેશન/બાકાત માપદંડ લાગુ પડે છે.
અભ્યાસની ટીમ તમારા દર્દીના સંપૂર્ણ તબીબી ઇતિહાસની તપાસ કરશે એ જોવા માટે તે સમાવેશન સંબંધી તમામ માપદંડને પૂર્ણ કરે છે અને બાકાત સંબંધી એક પણ માપદંડને પૂર્ણ કરે છે કે નહીં. બહેતર સારવારોને વિકસિત કરવા માટે ક્લિનિકલ અભ્યાસોમાં વિવિધતા મહત્ત્વપૂર્ણ છે – એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે તમારા દર્દીઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે.
જો તમારી પાસે સંભવિત રૂપે પાત્ર અને રુચિ ધરાવતા દર્દીઓ હોય, તો તેમને વિકલ્પો સાથે સશક્ત બનાવો અને FERVENT-1 ક્લિનિકલ અભ્યાસની ચર્ચા કરો. તમે તેમને રેફર કરવા માટે સૌથી નજીકની અભ્યાસની સાઇટનો પણ સંપર્ક કરી શકો છો.
તમારી નજીકની અભ્યાસની સાઇટ શોધો!
તમારા દર્દીનું આરોગ્ય અને સલામતી એ અમારી ટોચની પ્રાથમિકતાઓ છે. અમને આશા છે કે તમે આ સંશોધનની અસરને મહત્ત્વ આપશો અને સંભવિત ઉમેદવારોને રેફર કરવાની બાબતે વિચાર કરશો. તમારા સપોર્ટની સાથે, અમે નૉન-ટ્રાન્સ્ફ્યુઝન ડીપેન્ડન્ટ બીટા-થેલેસેમિયાથી પીડિત દર્દીઓની મદદ કરવાની આશા રાખીએ છીએ.